મોદી સરકારની આક્રમકતાથી ફફડી ઉઠ્યું પાકિસ્તાન! પહેલીવાર PoKને ગણાવ્યું ભારતનો ભાગ
ભારત અને પાકિસ્તાન વચ્ચે PoKનો મુદ્દો અત્યાર વેગ પકડી રહ્યો છે. તાજેતરમાં જ ભારતે હવામાન બૂલેટિનમાં PoKનાં હવામાનની જાણકારી આપવાનું શરૂ કર્યું છે. તો પાકિસ્તાની સુપ્રીમ કૉર્ટે PoKમાં ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન પાકિસ્તાને પોતાની એક સરકારી વેબસાઇટ પર PoKને ભારતનો ભાગ ગણાવ્યું છે. પાકિસ્તાન સરકારે કોરોના વાઈરસની જાણકારી આપવા માટે એક વેબસાઈટ બનાવી છે. પાકિસ્તાનની આ સત્તાવાર વેબસાઈટ પર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને ભારતનો ભાગ બતાવ્યું છે.
PoKને ઈમરાન સરકારે ભારતનો હિસ્સો ગણાવ્યો!
અત્યાર સુધી PoK પર પાકિસ્તાન તેનો અધિકાર ગણાવતું રહ્યું છે અને ત્યાં સુપ્રીમ કોર્ટે પણ આ ક્ષેત્રમાં ચૂંટણી કરવા આદેશ આપ્યો હતો. આ અંગે ભારતે વિરોધ નોંધાવ્યો હતો. હવે સરકારી વેબસાઈટ પર જ PoKને ઈમરાન સરકારે ભારતનો હિસ્સો ગણાવ્યો છે. આ માહિતી ધ્યાને આવતા જ ટ્વિટર પર યૂઝર પાકિસ્તાનની સરકારને ટ્રોલ કરી રહ્યા છે.
પાકિસ્તાની હવામાન વિભાગની ફજેતી
covid.gov.pok નામથી બનાવવામાં આવેલી આ વેબસાઈટમાં ગ્રાફિક્સ મારફતે કોરોના સંક્રમણનું ક્ષેત્ર દર્શાવવામાં આવ્યુ છે. ભારતે 8 મેથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને ગિલગિટ અને બાલ્ટિસ્તાનનાં હવામાન અંગે જાણકારી આપવાની શરૂઆત કરી હતી, જેના જવાબમાં પાકિસ્તાને પણ લદ્દાખ, પુલવામા, જમ્મુનાં હવામાન અંગે ભવિષ્યવાણી શરૂ કરી હતી. જેમાં પહેલા જ દિવસે પાકિસ્તાન મજાકનો વિષય બની ગયું.
PoKમાં ચૂંટણી કરાવવાનાં પાકનાં નિર્ણયનો ભારતે કર્યો વિરોધ
હકીકતમાં પાકિસ્તાન રેડિયોએ લદ્દાખનાં તાપમાનને લઈ ટ્વીટ કર્યું. તેમા તેણે મહત્તમ તાપમાન-4 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન -1 ડિગ્રી લખ્યું. ટ્વિટર પર લોકોએ પાકિસ્તાનની ટીકા કરતા કહ્યું, ‘આ ખોટુ છે. મહત્તમ તાપમાન -1 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન -4 ડિગ્રી હોવું જોઈએ.’ પાકિસ્તાન રેડિયોએ જમ્મુ અને પુલવામાનાં હવામાન અંગે પણ ટ્વીટ કર્યું હતું. ભારતે પાકિસ્તાનનાં કબ્જા હેઠળનાં ગિલગિત-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી કરાવવાનાં આદેશનો વિરોધ કર્યો છે.
