આવું ? / પિતાના મૃતદેહમાંથી કોરોના ન થઈ જાય એ ડરથી પરિવારે ન સ્વિકાર્યો મૃતદેહ; અધિકારીએ અંતિમ સંસ્કાર કર્યા
- કોરોના સંક્રમિત શુજાલપુરના દર્દીની છ દિવસની સારવાર પછી 20 એપ્રિલના રોજ મોત થયું
- તંત્રએ ગામમાં પરિવારને જાણ કરી, પરિવારે મૃતદેહ લેવાનો ઈનકાર કરી દીધો અને તંત્રને જ અંતિમ સંસ્કાર કરવાનું કહ્યું
- અધિકારીઓએ પુત્રને સમજાવ્યો કે પીપીઈ કીટ પહેરીને અંતિમ સંસ્કાર કરી શકાય છે, પરંતુ પરિવાર માન્યો નહી
ભોપાલ. કોરોનાએ માનવીય સંબંધોને પણ ભૂલાવી દીધા છે. બીમારીનો ડર એવો કે એક પુત્રએ કોરોનાથી મોતને ભેટેલા પિતાના મૃતદેહને સ્વિકારવાનો ઈનકાર કરી દીધો હતો. અધિકારીઓ પુત્રને સમજાવતા રહ્યા કે જ લોકો સારવાર કરી રહ્યા છે, મૃત્યુપછી મૃત્યુદેહને મર્ચ્યુરીમાં રાખી રહ્યા છે તે તમામ માણસ જ છે. આમ છતા તેનો પુત્ર મુખાગ્ની આપવાનો ઈનકાર કરતો રહ્યો. તેણે લખીને આપી દીધું કે તેને પીપીઈ કીટ પહેરતા અને ઉતારતા નથી આવડતું. પતિને ગુમાવી ચૂકેલી મહિલાએ પુત્રને બચાવવા માટે અધિકારીને કહ્યું કે તમને બધુ આવડે છે, તેમે જ અમારા પુત્ર છો. પરિવાર અંતે માન્યો નહીં તો બૈરાગઢના અધિકારી ગુલાબસિંહ બધેલે અંતિમ સંસ્કાર કર્યા હતા.
પરીવાર 50 મીટર દૂર જ અંતિમ સંસ્કાર જોતો રહ્યો. કોરોનાના કારણે સંબંધોમાં અંતર ઊભૂ કરનાર સોશિયલ ડિસ્ટેંસિંગની આ કહાની સુજાલપુરમાં રહેતા એક વ્યક્તિની છે. 8 એપ્રિલના રોજ તેને પેરાલિસસનો એટેક આવ્યો તો તેને મલ્ટીકેર હોસ્પિટલમાં દાખલ કરાઈ. ડોક્ટરે તેના પુત્રને પિતાનો કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી. 14 એપ્રિલના રોજ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તેને ભોપાલની ચિરાયુ હોસ્પિટલમાં દાખલ કરાયા. સારવાર પછી સોમવારે તેનું મોત થઈ ગયું હતું.
પરિવાર પિતાના મૃતદેહને હાથ લગાવવા તૈયાર ન થયો
તંત્રએ પરીવારજનોને જાણ કરી તો પત્ની,પુત્ર અને સાળો ગામડેથી અહીં આવ્યો. અંતિમ સંસ્કારને લઈને પરિવાર મુંજવણમાં મુકાયો હતો. પોલિથીનમાં વીટળાયેલા પિતાના મૃતદેહને જોઈ પુત્ર ડરી ગયો અને મૃતદેહને હાથ લગાવવા પણ તૈયાર ન હતો. અધિકારીઓએ તેને સમજાવવાનો ઘણા પ્રયાસો કર્યા, પરંતુ તે માન્યો નહીં. અધિકારીઓએ સારવાર કરી રહેલા ડોક્ટર અને નર્સના ઉદાહરણ આપ્યા છતા પરિવાર માન્યો નહીં. અંતે અધિકારી ગુલાબસિંહ બધેલે અંતિમ સંસ્કાર કર્યા.

પુત્ર 50 મીટર દૂર પિતાના અંતિમ સંસ્કાર જોતો રહ્યો
સ્મશાનઘાટ પુત્ર 50 મીટર દુર પિતાના અંતિમ સંસ્કાર જોતો રહ્યો. તેણે ભાસ્કરને કહ્યું કે ભગવાન આવું મોત કોઈને ન આપે. તે પિતાના મૃતદેહને શુજાલપુર લઈ જવા ઈચ્છતો હતો. પરંતુ પ્રતિબંધોના કારણે ન લઈ જઈ શક્યો. ઘરના તમામ સભ્યોના સેમ્પલ લેવાયા છે, પરંતુ રિપોર્ટ હજુ બાકી છે. આ પહેલા જેટલા કોરોના સંક્રમણથી જેટલા લોકોના મોત થયા છે તેના અંતિમ સંસ્કાર પરિવારે જ કર્યા છે.
