નવા વર્ષે તમારી જન્મતારીખથી જાણો ક્યારે આવશે તમારો સારો કે ખરાબ સમય
આજથી વિક્રમ સંવત 2076ની શરૂઆત થઈ છે. નવું વર્ષ ખુશીઓ, સફળતા ધન, માન સન્માન લઈને આવે એવું સૌ કોઈ ઇચ્છે તે સ્વાભાવિક છે. આવનારૂ વર્ષ કેવું રહેશે તે જાણવાની આપણને સૌને જીજ્ઞાસા હોય તે સ્વાભાવિક છે. આવામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નવું વર્ષ સારું આવે. જીવનમાં સફળતા, ખુશી અને ધનની કામના કરે છે. અમે તમને જણાવીએ કે પોતાની જન્મતારીખ પરથી વર્ષ 2019-20નું વર્ષ કેવું રહેશે.
જો તમારી જન્મતારીખ 1,10,19 કે 28 છે તો જાણી લો કે કોઈ પણ કામ હાથમાં લો તો એ પૂરી લગનથી કરો. કારણકે આ વર્ષે સખત પરિશ્રમ થકી જ સફળતા મળશે. તમારો વ્યવહાર મધુર રાખો. કામને વળગી રહો. જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી કાર્ય કરતા રહો. મહેનત જરૂરથી ફળશે.
જો તમારી જન્મતારીખ 2,11,20 કે 29 હોય તો સમજી લો કે તમારે મેન્ટલી સ્ટ્રોંગ રહેવાની જરૂરિયાત છે. નસીબનો સાથ મળશે. આમછતાં સમજદારીથી કામ લેવું. આ વર્ષ તમારા દાંપત્યજીવન માટે ખાસ છે. નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ કરી શકશો. આ વર્ષે સંતાનોની પ્રગતિ માટેના તમારા પ્રયત્નોમાં બળ તથા વેગ મળે તેવા ઊજળા સંજોગો છે. સંતાનના આરોગ્ય બાબતે કાળજી રાખવી પડશે. ઉચ્ચ અભ્યાસ માટે સારું વર્ષ. સ્પર્ધાત્મક પરીક્ષામાં અગાઉની મહેનતનું ફ્ળ મળે. એપ્રિલથી જૂન માસ દરમિયાન કરેલા આયોજનમાં વધુ સારું પરિણામ મળી શકે.
જો તમારી જન્મ તારીખ 3,12, 21 અથવા 31 હોય તો જણાવી દઈએ કે તમારા માટે આ સમય સારો આવવાનો છે. જીવનમાં ચાલી આવતી મુશ્કેલીઓ દૂર થઈ જશે. પરિવારમાં પ્રેમ વધશે. સાથે જ નોકરી કે વ્યવસાયમાં લાભ મળશે. આ વર્ષ કહે છે કે તમે સર્વ પ્રકારે સફળ નિવડશો. જે કામ હાથમાં લેશો પાર પડી જશે.
જો તમારી જન્મતારીખ 4,13,22 કે 31 હોય તો જણાવી દઈએ આ વર્ષ થોડું મુશ્કેલ નિવડશે. અધૂરાં કામ પૂરાં થશે આમછતાં માનસિક પરિતાપ ચાલું રહેશે. યોગ્ય પ્લાનિંગ સાથે આગળ વધો તો સફળ નિવડશો.
જો તમારી જન્મતારીખ 5.14 કે 23 છે તો ખુશ થઈ જાવ. કારણકે આવનારો સમય તમારા સ્વાસ્થ્યમાં સુધાર લાવનારો નિવડશે. સાથોસાથ તમારી ધન સંબંધી મુશ્કેલીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. અલબત્ત તમે સફળ થશો પણ નાણાંકિય વહેવારોમાં સાવધાની રાખો.
જો તમારી જન્મતારીખ 6,15 કે 24 છે તો જાણી લો કે આ વર્ષે તમે સફળતાના શિખર તરફ જશો. સતર્ક રહો.. સાવધાન રહો… પરિવાર પર વિશેષ ધ્યાન આપો. આ વર્ષ તમારા માટે ઉજ્જવળ નિવડશે…
જો તમારી જન્મતારીખે 7,16 કે 25 હોય તો થોડું સંભાળીને કામ લો. કારણકે આવનારો સમય તમારે સલુકાઈથી અને સમજદારીથી કામ કરો. સમય તમને પરેશાન કરી શકે છે. પણ સત્કર્મ, સાહસનો પરિચય આપીને તમે સમયને તમારું ખરાબ કરતાં રોકી શકશો. એપ્રિલ પછી તમારા માટે સમય સારો નિવડશે.
જો તમારી જન્મતારીખ 8,17 કે 26 છે તો ખુશ થઈ જાવ કારણકે તમને આ વર્ષે સફળતા મળી શકે છે. તમારા દાંપત્યજીવન માટે આ વર્ષ શુભ નિવડશે. પ્રવાસ- યાત્રાઓ થશે. સમય અનુકૂળ રહે.
જો તમારી જન્મતારીખ 9,18 કે 27 હોય તો તમારે ખાસ ચિંતા કરવાની જરૂર નથી. આ વર્ષે કોઈ વિશેષ નકારાત્મક ઘટનાઓ નહિં ઘટે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. યોગ્ય રીતે કામ કરશો તો ભવિષ્યમાં લાભ મળશે. સાવધાન રહો અને ખોટાં ખર્ચ ન કરો.
