ભારતમાં ફરી કોરોનાની પીક આવશે:દેશમાં રોજના 10 લાખ કેસ નોંધાશે, જાણો દેશ-વિશ્વના એક્સપર્ટનો મત

ભારતમાં ફરી કોરોનાની પીક આવશે:દેશમાં રોજના 10 લાખ કેસ નોંધાશે, જાણો દેશ-વિશ્વના એક્સપર્ટનો મત

  • દિલ્હીમાં 15 જાન્યુઆરીની આસપાસ ત્રીજી લહેરનું પીક આવી શકે છે
  • 85.02% સંક્રમણના મામલામાં લક્ષણો દેખાશે નહિઃ ડો.ક્રિસ્ટોફર
  • ભારતમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસને પગલે વૈજ્ઞાનિકો હાલ ચિંતિત છે. ઓમિક્રોનની લહેર શરૂ થયા પછી પ્રત્યેક દિવસે લગભગ 40થી 45 ટકા દર્દીઓ રોજ વધી રહ્યા છે. હાલ વિશ્વની સંસ્થાઓ એ વાતનો ક્યાસ કાઢી રહી છે કે જ્યારે આ લેહરની પીક આવશે તો ભારતમાં 24 કલાકમાં કેટલા કેસ આવશે? અમેરિકાના એક હેલ્થ એક્સપર્ટે પોતાના રિસર્ચમાં કહ્યું છે કે ભારતમાં કોરોનાની હાલની લહેરનું પીક આગામી મહિને એટલે કે ફેબ્રુઆરીમાં આવશે, આ દરમિયાન દેશમાં રોજ 5 લાખ કેસ આવશે.

    ત્રીજી લહેરનું પીક ફેબ્રુઆરીમાં આવશે
    અમેરિકાના એક હેલ્થ એક્સપર્ટે પોતાના રિસર્ચમાં કહ્યું છે કે ભારતમાં કોરોનાની હાલની લહેરનું પીક આગામી મહિને એટલે કે ફેબ્રુઆરીમાં આવશે, આ દરમિયાન દેશમાં રોજ 5 લાખ કેસ આવશે. બીજી તરફ દેશની સંસ્થા IISએ રોજ 10 લાખ કેસ આવવાનું અનુમાન કર્યું છે. IIT કાનપુરનો સ્ટડી છે કે જાન્યુઆરીમાં પીક આવશે અને પ્રત્યેક દિવસે લગભગ 4-8 લાખ કેસ નોંધાશે.

    વિદેશી વૈજ્ઞાનિકોનું અનુમાન
    ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, વોશિંગ્ટન સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવોલ્યુશન (IHME)ના ડાયરેક્ટર ડો.ક્રિસ્ટોફરે આ અંગેનો અભ્યાસ કર્યો છે. તેમણે કહ્યું હતું કે ભારત ઓમિક્રોન વેવમાં પ્રવેશ કરી રહ્યું છે. જ્યારે એની પીક આવશે તો ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ વધુ કેસ નોંધાશે. ઓમિક્રોન ડેલ્ટા વેરિયન્ટની સરખામણીએ ઓછો હાનિકારક છે.

  • 5 લાખ કેસ રોજ આવશે
    ઓમિક્રોન અંગે અનુમાન કરતા વોશિંગ્ટન યુનિવર્સિટીના હેલ્થ મેટ્રિક્સ સાયન્સના અધ્યક્ષ ડો.ક્રિસ્ટોફરે કહ્યું હતું કે નવા કેસના મામલામાં રેકોર્ડ બની રહ્યો છે, જોકે બીમારીની અસરની વાત કરવામાં આવે તો આ ઓછી ખતરનાક છે. એ સમગ્ર ડેટા પછીથી બહાર પાડશે, જોકે મૂળ વાત એ છે કે ભારતમાં આગામી મહિને એટલે કે ફેબ્રુઆરીમાં આ લેહરનું પીક આવવી જોઈએ, આ દરમિયાન 5 લાખ કેસ રોજ નોંધાશે.

    શું ઓમિક્રોન ઓછો ખતરનાક હશે?
    શું ભારતમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી વિકસિત થઈ છે, આ કારણે ઓમિક્રોન ઓછો ખતરનાક હશે? આ સવાલના જવાબમાં દક્ષિણ આફ્રિકાનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે અહીં ડેલ્ટા અને બીટા બંને વેરિયન્ટનું સંક્રમણ ઘણું વધારે હતું છતાં વેક્સિને બીમારી સામે કવચ આપ્યું છે અને બીમારી લાગવા છતાં હોસ્પિટલમાં ઓછું જવું પડે છે અને મૃત્યુ પણ ઓછાં થાય છે. આ કારણે હાલ એવું અનુમાન લગાવી શકાય કે ભારતમાં ઓમિક્રોનના કેસ વધુ નોંધાશે, પરંતુ ડેલ્ટા વેવની સરખામણીમાં હોસ્પિટલમાં દાખલ થવા અથવા મૃત્યુ ઓછાં થશે.

    મોટા ભાગના મામલામાં લક્ષણો દેખાશે નહિ
    ડો.ક્રિસ્ટોફરે તેમના અભ્યાસના આધારે કહ્યું હતું કે 85.02 ટકા સંક્રમણના મામલામાં લક્ષણો દેખાશે નહિ. જોકે આ પૈકીના કેટલાક લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડી શકે છે. તેમના જણાવ્યા મુજબ ડેલ્ટા વેવ દરમિયાન ભારતમાં જેટલા લોકોએ હોસ્પિટલમાં જવાનો વારો આવ્યો હતો તેના ચોથા ભાગના લોકોને આ વખતે હોસ્પિટલમાં દાખલ થવું પડશે અને મૃત્યુ પહેલાં કરતાં ઓછાં થશે. જૂની લહેરની સરખામણીમાં ઓમિક્રોન 90થી 95 ટકા ઓછો ખતરનાક છે. જોકે વૃદ્ધ લોકો બીમાર પડશે. આ કારણે તેમણે વધુ સતર્ક રહેવાની જરૂરિયાત છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર કો-મોર્બિડિટીઝવાળા લોકોને બૂસ્ટર ડોઝ લગાવવા જઈ રહી છે.

  • IISએ રોજના 10 લાખ કેસનું અનુમાન કર્યું
    ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલુરુ અને ભારતીય સાંખ્યિકી સંસ્થાન બેંગલુરુના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિયન્ટના મામલા જાન્યુઆરીના ત્રીજા અને ચોથા સપ્તાહમાં સૌથી વધુ હશે અને પછી માર્ચની શરૂઆતમાં ધીરે-ધીરે ઘટવા લાગશે. આ સંસ્થાઓનું કહેવું છે કે રોજના 3 લાખ, 6 લાખ કે પછી 10 લાખ સુધીના કેસ પ્રત્યેક દિવસે નોંધાશે.

    IIT કાનપુરનો અલગ અભ્યાસ
    ભારતમાં આ લહેરની પીક ક્યારે આવશે એ અંગે IIT કાનપુરમાં પણ એક સ્ટડી થયો છે. કાનપુર IITના પ્રોફેસર ડોક્ટર મનિન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે અનુમાન મુજબ જાન્યુઆરીના અંતિમ સપ્તાહ કે પછી ફેબ્રુઆરીની શરૂઆતમાં ત્રીજી લહેરની પીક આવી શકે છે. આ દરમિયાન 4થી 8 લાખ કેસ પ્રત્યેક દિવસે નોંધાશે. પ્રોફેસર અગ્રવાલે દિલ્હીને લઈને કહ્યું હતું કે દિલ્હીમાં 15 જાન્યુઆરીની આસપાસ ત્રીજી લહેરની પીક આવી શકે છે. આ દરમિયાન 35થી 70 હજાર કેસ રોજ નોંધાશે, સાથે જ પીક દરમિયાન હોસ્પિટલમાં 12 હજારથી ઓછા બેડની જરૂર પડશે.