‘ટ્રમ્પ વિઝા આપવાની જાહેરાત કરે તો અમદાવાદમાં 1 કરોડ નહિ, સાડા 6 કરોડ લોકો ભેગા થઈ જાય’

‘ટ્રમ્પ વિઝા આપવાની જાહેરાત કરે તો અમદાવાદમાં 1 કરોડ નહિ, સાડા 6 કરોડ લોકો ભેગા થઈ જાય’

જગત જમાદાર અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈને સોશિયલ મીડિયા ઉપર રસપ્રદ મેસેજનો મારો ચાલી રહ્યો છે, ડોનાલ્ડ ટ્રમ્પે હવે પોતે એવો દાવો કર્યો છે કે, અમદાવાદમાં એક કરોડ લોકો તેમના સ્વાગત માટે આવવાના છે, પણ સોશિયલ મીડિયાના મેસેજમાં એવી કોમેન્ટ ફરતી થઈ છે.

‘ટ્રમ્પ એટલી જાહેરાત કરે કે રોડ શોમાં આવનાર દરેકને અમેરિકાના વિઝા, તો પછી 70 લાખ નહિ સાડા છ કરોડ લોકો ભેગા થઈ જાય..’ અન્ય એક આવા જ મેસેજમાં કહેવાયું છે કે, ટ્રમ્પ વિઝા આપવાની જાહેરાત કરે તો એક કરોડને બદલે સાડા છ કરોડ ભેગા થઈ જાય.

સોશિયલ મીડિયા ઉપર એક કરોડના દાવા સામે જાણો કેવી થઈ રહે છે ટિખળ

– ‘ટ્રમ્પ કહે છે હવે તેઓને આવકારવા એક કરોડ લોકો આવશે, અમેરિકામાં આટલું ફેંકતો ભાઈ અમદાવાદમાં કેટલું ફેંકશે..’
– ‘ટ્રમ્પને જોવા એક કરોડ લોકો આવશે , એક લાખ જીવિત માનવીઓ હશે અને બાકીના સ્મશાનથી આત્માઓ આવશે’
– ‘એક અમિતાભ બચ્ચનની દિવાર ખૂબ ચાલી, બીજી એએમસીની દીવાલ ખૂબ ચાલી..’
– ‘ટ્રમ્પને જોવા એક કરોડ લોકો આવશે , એક લાખ જીવિત માનવીઓ હશે અને બાકીના સ્મશાનથી આત્માઓ આવશે’
– ‘ટ્રમ્પની ગુજરાત મુલાકાત, ઝૂંપડપટ્ટી છુપાવવા ચણાવી દિવાલ, આવી રીતે જો આખા દેશની ગરીબી ઢાંકતા જશે તો ચીનની દિવાલનો રેકોર્ડ તૂટી જશે’
– ‘ટ્રમ્પ અમદાવાદમાં આવે છે એટલે કાર્યક્રમનું નામ નમસ્તે ટ્રમ્પ રાખ્યું છે, જો સુરેન્દ્રનગર કે રાજકોટ આવવાના હોત તો કાર્યક્રમનું નામ ‘કાં ટ્રમ્પ’ રાખ્યું હોત.’