ઓમિક્રોન માટે બૂસ્ટર:ભારતીય વૈજ્ઞાનિકોએ કહ્યું- 40 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવે બૂસ્ટર ડોઝ; વધુ ખતરાવાળા લોકો પર ફોકસ કરવામાં આવે
ઈન્ડિયન સાર્સ-કોવિડ જેનેટિક કન્સોર્શિયમ(INSACOG)ના બુલિટીનમાં બૂસ્ટર ડોઝની ભલામણ કરવામાં આવી છે
કોરોનાના નવા વેરિયન્ટના ખતરાની વચ્ચે ભારતમાં પણ બૂસ્ટર ડોઝ લગાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. ટોપ જીનોમ સાયન્ટિસ્ટે કહ્યું છે કે 40 વર્ષથી ઉપરના લોકોને બુસ્ટર ડોઝ લગાવવામાં આવે. તેમા એવા લોકો પર ફોકસ રાખવામાં આવે, જેમને સૌથી વધુ ખતરો છે. ઈન્ડિયન સાર્સ-કોવિડ જેનેટિક કન્સોર્શિયમ(INSACOG)ના બુલિટીનમાં બૂસ્ટર ડોઝની ભલામણ કરવામાં આવી છે.
બૂસ્ટર ડોઝ શાં માટે જરૂરી?
પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના માઈક્રો વાયરોલોજી વિભાગના પૂર્વ HOD પ્રોફેસર ડો.સત્યેન્દ્ર સિંહે જણાવ્યું કે જે લોકોએ સેકન્ડ ડોઝ લીધાને 6થી 9 મહીના થઈ ગયા છે, તેમને બુસ્ટર ડોઝ આપવો જોઈએ. કારણ કે 6થી 9 મહીનામાં એન્ટીબોડી ઘટે છે. આ જ કારણોસર ઈન્ફ્લુએન્ઝા વેક્સિનના ડોઝને પણ એક વર્ષની અંદર જ આપવામાં આવે છે.
દેશમાં બૂસ્ટર ડોઝ પર પોલીસી ક્યાં સુધીમાં?
દેશના કોવિડ ટાસ્ક ફોર્સના ચેરમેન ડો.એનકે અરોડાએ કહ્યું છે કે સરકાર ગંભીર રોગીઓ અને નબળી ઈમ્યુનિટીવાળા લોકો માટે વેક્સિનના એડિશનલ ડોઝ(બૂસ્ટર ડોઝ) પર નવી પોલીસી લાવી રહી છે. નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ(NTAG) આ અંગેની પોલીસીને 2 સપ્તાહમાં તૈયાર કરશે. NTAG દેશના 44 કરોડ બાળકોના વેક્સિનેશન માટે નવી પોલીસી લાવવા જઈ રહ્યું છે.
