PM મોદીની સાંસદોને ચેતવણી:સુધરી જજો, નહીં તો બદલી નાખવામાં આવશો, બાળકો જેવો વ્યવહાર ન કરો

PM મોદીની સાંસદોને ચેતવણી:સુધરી જજો, નહીં તો બદલી નાખવામાં આવશો, બાળકો જેવો વ્યવહાર ન કરો

ભારતીય જનતા પાર્ટી (BJP)ની પાર્લમેન્ટરી મીટિંગમાં PM મોદીએ પાર્ટીના દરેક સાંસદને ચેતવણી આપી છે. ગૃહમાં ગેરહાજર રહેનારા સાંસદોને તેમણે કહ્યું હતું કે તમે જાતે જ તમારા વર્તનમાં સુધારો લાવો, નહીં તો અમે સુધારો લાવીશું. કડક શબ્દોમાં PMએ કહ્યું હતું કે શિસ્તમાં રહો, સમયસર આવો અને પોતાનો વારો આવે ત્યારે બોલો. સાથે એમ પણ કહ્યું કે બાળકો જેવો વ્યવહાર ન કરો.

તેમણે વધુમાં કહ્યું હતું કે સંસદની કાર્યવાહી અને બેઠકોમાં નિયમિત રહો અને લોકોના હિતમાં કામ કરો. એક PM તરીકે મારે તમને સમજાવવા પડે અને તમને બાળકોની જેમ ટ્રીટ કરું તે ન સારુ લાગે. બાળકોને પણ એક જ વાર કહેવાય, જો વારંવાર તેમને કહેવામાં આવે તો તેમને ગમતું નથી.

સૂર્ય નમસ્કાર કરવાની સલાહ આપી
PM મોદીએ સાંસદોએ સૂર્ય નમસ્કાર કરવાની સલાહ આપતાં કહ્યું હતું કે તમે બધા સૂર્ય નમસ્કાર કરો અને સંસદમાં અટેન્ડસની હરીફાઈમાં ભાગ લો. એનાથી તમે બધા સ્વસ્થ રહેશો. આ સમયે ગૃહમંત્રી અમિત શાહ, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ, વિદેશમંત્રી એસ. જયશંકર અને સંસદીય કામકાજના મંત્રી પ્રહલાદ જોશી હાજર રહ્યા હતા.

PM પદ્મ પુરસ્કાર વિજેતાઓ સાથે લાઈવ કાર્યક્રમ કરશે
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે સંસદીય દળની બેઠકમાં PM મોદીએ કહ્યું કે સારું કાર્ય કરનારને પદ્મ પુરસ્કાર આપવામાં આવશે. તેઓ ટૂંક સમયમાં દરેક સાથે લાઈવ કાર્યક્રમ કરશે.